મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 60થી વધુ બાળકોને ઢોસા પાર્ટીની મોજ કરાવી

મોરબી શહેરના અગ્રણી એવા સ્વ. જીવરાજ બાપા ઘોડાસરા ની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય શાળાના 60 થી વધુ બાળકો કે જેઓને હોટલમાં જવાનો મોકો નથી મળતું એ લોકોને ગુરુદેવ હોટલમાં પાર્ટી ની મજા કરાવવામાં આવી .

આ માટે સહયોગી સાધનાબેન જગદીશભાઈ ઘોડાસરાનો પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રોજેક્ટમાં નેશનલ જોયન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા , પ્રીતિબેન, પાયલબેન , સુનિતાબેન , કોમલબેન અને સાધનાબેન વગેરે મેમ્બર્સ એ હાજરી આપી સેવાના કાર્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.