મોરબી : માણેકવાડા શાળાના બાળકોએ આઈસ્ક્રીમની મોજ માણી

મોરબીના લોકો બાલ દેવો ભવ:ની ભાવના ધરાવે છે,અને શાળામાં ભણતાં બાળકો માટે મોરબી પંથકના લોકો કઈંકને કંઈક અવનવું દાન કરતા રહે છે,હાલ ગરમીનો પારો અસહ્ય રીતે તપી રહ્યો છે,લોકો હાલ ગરમીથી આકુળ વ્યાકુળ છે ત્યારે ગરમીમેં ભી ઠંડી કા અહેસાસ કરાવતી દાનવૃત્તિ નજરમાં આવેલ છે

વાત જાણે એમ છે કે મોરબી તાલુકાના માણેકવાડા ગામના શ્રીમતી પ્રભાબેન તથા મહાદેભાઈ ચનિયારા દંપતી દ્વારા શાળામાં અભ્યાસ કરતાં 250 જેટલા બાળકોને મોંઘા મુલની આઇસક્રીમ ખવડાવી હતી,જેથી આવી અસહ્ય ગરમીમાં બાળકોને મનગમતી,મન ભાવતી આઈસ્ક્રીમ આરોગવા મળી એટલે બાળકોને મોજ આવી ગઈ અને ખુશખુશાલ થઈ ગયા,વિપુલભાઈ અઘારા આચાર્ય તેમજ શાળા પરિવારે બંને દાતા દંપતીનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરેલ છે.