દિકરા અને વહુનાં ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ ૬૫ વર્ષના વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી ટીમ અભયમ

૬૫ વર્ષિય વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રૂપ રહી છે.

તમારી ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં વૃદ્ધાના દિકરી દ્વારા કોલ કરવામાં આવેલ કે મારા માજીને મારા ભાઈ અને મારા ભાભી દ્વારા માજીને હેરાન કરવામાં આવે છે તેથી માજી ઘરેથી નીકળી ગયા છે અને રસ્તા માં બેઠા છે તેમજ કોઈનું માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ ખૂબ જ રડે છે અને ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે વૃધ્ધાની મદદ માટે પહોંચ્યા હતા વૃદ્ધાને સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ વૃદ્ધાને સાંત્વના આપવામાં આવી તેમજ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ વૃદ્ધાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે વૃદ્ધા તેમના દિકરા અને વહુ અને બાળકો સહિતના પરિવાર સાથે રહે છે વધુમાં વૃદ્ધાએ જણાવેલ કે વૃદ્ધાને ચાર દિકરા અને એક દિકરી એમ પાંચ સંતાનો છે પરંતુ બે દિકરા મૃત્યુ પામ્યા અને બે દિકરા અને વહુ સાથે રહેતા હતા વૃદ્ધાએ જણાવેલ કે દિકરા અને વહુ સાચવતા ના હોવાથી કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં વૃદ્ધા પાસેથી બધા પૈસા તેમના દિકરા લઈ ગયા હતા અને વારંવાર પૈસા માંગતા હતા વૃદ્ધા પાસે પૈસા ન હતા તેથી ઘરમાં રાખતા ન હતા અને જમવાનું પણ આપતા ન હતા અને વૃદ્ધા સાથે મારઝુડ કરતા હતા અપશબ્દો બોલતા હતા માટે વૃદ્ધા કોઈને પણ જાણ કર્યા વિના કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને આશ્વાસન આપેલ તેમજ ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ.

ત્યારબાદ વૃદ્ધાની વાત સાંભળી તેમનું સરનામું પુછેલ સરનામું બરોબર લાગતા વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દિકરાનો સંપર્ક કરી વૃદ્ધાને સહી સલામત તેમના દિકરા ના ઘરે સોંપવામાં આવ્યાં હતાં અને તેમના દિકરાનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું હતું કે વૃદ્ધા ઘરેથી વારંવાર જાણ બહાર ઘરેથી નીકળી જાય છે.અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે જેટલી દવાઓ હોય એટલી બધી જ દવા વૃદ્ધા એક સાથે પી જાય છે તેથી વૃદ્ધાને કાંઈ યાદ રહેતું નથી.

૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાના દિકરા અને વહુ ને જણાવેલ કે તેઓ વૃદ્ધા નું ધ્યાન રાખે અને સાર સંભાળ રાખે તો વૃદ્ધા તબિયત સારી થઈ જાય તેમજ વૃદ્ધા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ વૃદ્ધા સાથે ગેરવર્તન ન કરવા અને તેમનું ધ્યાન રાખવા તેમના દિકરાને જણાવેલ જેને લઈ તેમના દિકરા અને વૃદ્ધાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.