મોરબી : ધો.10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે FREE DEMO CLASS નું આયોજન

ધો.10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે FREE DEMO CLASS નું આયોજન

શિક્ષણ, સંસ્કાર અને સહકારનો સમન્વય એટલે આપણા શહેરની શાન એવી 130 વર્ષ જૂની સરકારી શાળા – ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ.

સરકારની વિવિધ સ્કોલરશીપ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી અનેક યોજનાઓના લાભ સાથે નજીવી ફી માં શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે વી.સી. હાઈસ્કૂલ. ચાલુ વર્ષે ધો.10 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ધો.11 માં એડમિશન વખતે કોઈ તકલીફ ના પડે એ હેતુસર વી.સી.હાઈસ્કૂલ દ્વારા FREE DEMO CLASS નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડેમો લેક્ચર્સ દરમિયાન શિક્ષણની યોગ્ય પદ્ધતિ દ્વારા થીયરી સાથે પ્રેક્ટિકલનું પણ સચોટ જ્ઞાન મળી રહે ઉપરાંત વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધીને ભાવિ કારકિર્દીના નિર્માણમાં સહયોગ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ વિભાગમાં યુવા છતાં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા બોર્ડ વર્કની સાથે સાથે Audio Visual System દ્વારા અભ્યાસક્રમના મુદ્દાઓને સરળ રીતે સમજાવીને વિદ્યાર્થીને યાદ રાખવામાં મદદરૂપ થાય એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે.

ગોખણપટ્ટી આધારિત શિક્ષણને સ્થાને સમજણ આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી પોતાની ભાવિ કારકિર્દીના ઘડતર સમયે અવ્વલ રહે એ જ અગત્યનું છે, એ તો આપ સારી રીતે જાણતા જ હશો.

કોઈપણ શાળામાં વધુ ફી ભરીને એડમિશન લેતાં પહેલાં નજીવી ફી ધરાવતી આ સરકારી શાળાના FREE DEMO LECTURES નો લાભ લેવા માટે આપના બાળકને અચૂક મોકલશો.
—————————————
ધો.11 સાયન્સ માટે ફ્રી ડેમો લેક્ચર્સ

તા. 22/4/2024 થી તા. 30/4/2024
સવારે 8:00 થી 11:30
રૂમ નં. 209 (પહેલા માળે)
ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ, મોરબી.

વધુ માહિતી માટે….
પૈજા સર – 99793 13133
ગાંભવા સર – 99256 50006
તન્ના સર – 99980 12930
વાંસદડિયા સર – 70167 76938