ટંકારા : મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવાશે

ટંકારા તાલુકાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દર વર્ષ મુજબ આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ તારીખ ૨૩/૪/૨૦૨૪, ને મંગળવાર ના રોજ ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે

આ તકે યજ્ઞ (હવન) બટુક ભોજન બ્રહ્મ ચોરાશી સમુહ પ્રસાદ ને મહા આરતી વગેરે નુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદ નોલાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત શ્રી ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

પ્રસાદ ની વ્યવસ્થા હનુમાનજીના સેવકો ની કમીટી તરફથી છે વ્યક્તિ ગત નથી કોઈ પ્રસાદ લેવા સંકોચ ન રાખવો તેમ પણ અંત માં આ ભગીરથ કાર્ય માટે કોઈ એ સભ્ય માટે નામ લખાવવુ હોય તો આવકાર્ય છે ભરતદાસજી કુબાવત તરફથી જણાવ્યું છે