વાંકાનેર ૬૭ વિધાનસભા મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

લોકશાહીના મહાપર્વમાં દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેવામાં રાજકોટવાસીઓનો જુસ્સો વધારવા મતદાન જાગૃતિ અભિયાન માટે વહીવટી તંત્ર અવિરત કાર્યરત છે. જેમાં ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ શ્રી એચ.એન.દોશી અને શ્રી આર.એન. દોશી હાઇસ્કુલ અને દોશી કોલેજ ખાતે મતદાન અંગેનો વિડીયો વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો.

વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હતા. આ સાથે પ્રથમ વખતના યુવા મતદારો પોતાના અનુભવોથી ભવિષ્યના મતદાતાઓને પ્રેરિત કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ અભિયાન અન્વયે ઉપસ્થિત તમામ લોકોએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.