“ભારત નેશન” ન્યુઝ ચેનલ ના મોરબી જિલ્લાના પત્રકાર તરીકે પંકજભાઈ સનારીયા ની નિમણૂક

મોરબીના યુવા પત્રકાર પંકજભાઈ સનારીયા કે જે હર હંમેશ જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે અગ્રેસર રહેતા હોય છે, નાની ઉંમરમાં પત્રકાર જગતમાં આગવી ઓળખ ધરાવતા પંકજભાઈ સનારીયા કે જે અગ્ર ગુજરાત ન્યુઝ ચેનલ ના પત્રકાર તરીકે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હોય ત્યારે નેશનલ લેવલ પર કામ કરતી “ભારત નેશન” ચેનલના મોરબી જિલ્લાના પત્રકાર તરીકે પંકજભાઈ સનારીયા ને નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પંકજભાઈ સનારીયા ને ખૂબ ખૂબ અભિનંદન..

પંકજભાઈ સનારીયા આ અગાઉ બુલેટિન ઇન્ડિયા ના પત્રકાર તરીકે મોરબી જિલ્લામાં ખૂબ પ્રશંસનીય ફરજ બજાવી ચૂક્યા છે ત્યારબાદ અગ્ર ગુજરાતના પત્રકાર તરીકે પણ હાલ ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત મોરબી જિલ્લાના રહીશોના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તર પર ઉજાગર કરવા માટે “ભારત નેશન” ન્યૂઝ ચેનલ માં જોડાઈ પ્રજાના પ્રશ્નોને વાંચા આપશે..

“ભારત નેશન”ન્યૂઝ ચેનલ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ઉપરાંત GTPL પર 312 નંબરની ચેનલ પર પણ આપ “ભારત નેશન”ન્યૂઝ ચેનલ નિહાળી શકશો.. ઉપરાંત “DTH CHANNEL LIVE” અને “Daily Hunt” પર પણ “ભારત નેશન”ન્યૂઝ ચેનલ ઉપલબ્ધ છે ઉપરાંત થોડા સમયમાં જ “જીઓ ટીવી”પ્લેટફોર્મ પર પણ આપ નેશનલ લેવલના સમાચાર “ભારત નેશન” ચેનલ પર નિહાળી શકશો…