મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીનિવાસી અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓએ મતદાનની ફરજ અદા કરી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર ખાતે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીનિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું  છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મોરબીટંકારા અને વાંકાનેર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીજિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિનિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાહળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયામોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.

         ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી ૭ મેના રોજ મોરબી જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.