ટંકારા ત્રણ હાટડી રામજી મંદિર ના નવ નિર્માણ ના ચાલુ કામનું નિરિક્ષણ કરવા કપિરાજ પહોચ્યા !!!

મોરબી ના ટંકારા મધ્યે જૂનાં આર્ય સમાજ નજીક ત્રણ હાટડી વિસ્તારમાં આવેલ 125 વર્ષ જૂના રામજી મંદિર નું રિનોવેશનનુ કામ ચાલુ છે. આ વિસ્તારના રહિશો દ્વારા રંગેચંગે પુનઃનિર્માણ નો આખરી ઓપ અપાઈ રહ્યો છે.આ મંદીર ના પુજારી રામપ્રસાદભાઈ વજેરામભાઈ કુબાવત પરીવાર અહીં વર્ષોથી પૂજા કરે છે.

આ મંદિર નિર્માણની ભગવાન રામચંદ્રજી વતી કપિરાજ કેશરી બપોરે કામગીરી ની વિઝિટ કરતા હોય એવા દશ્યો જોઈ અને સૌ કોઈ રામભક્ત આનંદીત થયા..