મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી

મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો  મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ ૧૦૦ % મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે જેમાં બહેનો મહેંદી, ઘરમાં રંગોળી દોરી, ધંધાર્થીઓ પોતાના વ્યવસાયમાં મતદાન જાગૃતિ માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે તો જિલ્લા કલેકટર કચેરીમાં પણ મતદાન જાગૃતિ માટે  સુંદર અને વિશાળ રંગોળી દોરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટે  કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં રંગોળી દોરવામાં આવી છે જેમાં “મારો મત મારો અધિકારનું” સ્લોગન લખવામાં આવ્યું છે. કલેકટર કચેરીમાં નાગરિકો પોતાની સુવિધા અને કામો લઈને આવતા હોય છે ત્યારે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં મતદાન જાગૃતિ માટે  દોરવામાં આવેલ રંગોળી  જોઈને મતદાન જાગૃતિ આવે તે માટે આ રંગોળી દોરવા આવી છે.

આપણું લક્ષ ૧૦૦ ટકા મતદાનની થીમ પર આ રંગોળી શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે. જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા  સહિતનાએ રંગોળી નિહાળીને લોકોને મતદાન અવશ્ય કરવા સંદેશો પાઠવ્યો તેમજ રંગોળી બનાવનાર શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.