મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના 

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ધંધાર્થી એકમો, ઔધોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો રૂમ) તમામને  આર.પી.એક્ટ, ૧૯૫૧ ની કલમ નં.૧૩૫(બી) અનુસાર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના મતદાનના દિવસે તા.-૦૭/૦૫/૨૦૨૪ મંગળવારના રોજ તેમના હસ્તકના એકમોમાં કામ કરતા કર્મચારીઓ/રોજમદાર/કારીગરો/સ્ટાફને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

તેઓના પગારમાંથી આ દિવસને લગત કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહી. ઉપરોક્ત આદેશાત્મક સૂચનનો અમલ ન થયે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.