ચૂંટણીના વાતાવરણ વચ્ચે તારીખ ૫/૫/૨૦૨૪ ના રવિવારે સાંજે પ્રકૃતિપ્રેમીઓ માટે વનસ્પતિ પરિચય તથા તેની ઉપયોગિતાની જાણકારી માટેની એક શિબિરનું આયોજન ભાણદેવ આશ્રમ જોધપર(નદી), મોરબી ખાતે રાખવામાં આવેલ.
આ શિબિરમાં વૈદરાજ શ્રી કીરીટસિંહ ઝાલાએ વનસ્પતી પરિચય તથા ઔષધીય ઉપયોગિતા વિષે જાણકારી આપેલ. આ શિબિરમાં મોરબીનાં નામાંકીત ૫૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓ હાજર રહેલા. જેમા ડૉ. પનારાસાહેબ, મણીભાઈ ગડારા, દેવકરણભાઇ આદ્રોજા, મધુસુદન પાઠક, વૈદ કોરડિયા, ધનશ્યામભાઇ ડાંગર, જીવરાજ બાપા વગેરે ઉપસ્થિત હતા.
શ્રી ભાણદેવજીએ શરૂઆતમાં શિબિરાર્થીઓને વનસ્પતિના મહત્વ વિષે જાણકારી આપેલી. શિબિરનું આયોજન પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશન દ્વારા કરાયેલ.
ભાણદેવ આશ્રમ પર અઘેડો, અરીઠા, અંજીર, અપરાજિતા, અરડુસી, આમલી, આકડો, આવળ, આસોપાલવ, આમળા, આંબો, ઊઁધાફૂલી, ઊઁદરકાની, કરમદા, કરંજ, કરેણ, કેરડા, કાસિદ, કાંચનાર, કાંગસા, કુંવારપાઠું, ખારેક, ખેર, ખાખરો, ગળો, ગળજીભી, ગરમાળો, ગાજરઘાસ, ગુગળ, ગુલમહોર, ગંગેટી, ગંધારી, ગોરસ આમલી, ચણોઠી, ચમારદૂધેલી, ચંપો, ચમેલી, ચીલ, તુલસી, પારિજાત, પીપળ, પીંકેશિયા, પારસપીપળો, ફાલસા, બલા, બહેડા, બીલી, ભદ્રાક્ષ, માકડમારી, રાયણ, લીમડો, વડ, વાનરપૂંછ,વાંસ, વીકળો, શતાવરી, શેતૂર, શરપંખો, સરગવો, સવન, સહદેવી, સીસમ, સોનમહોર વગેરે અનેક વનસ્પતિઓનો પરિચય કરાવવામાં આવેલ. શિબિરમાં વનસ્પતિઓની ઓળખ આપતાં કે.ડી.ઝાલા, ભાણદેવજી આશ્રમ જોધપુર, મોરબી.