મોરબી જિલ્લામાં આજ યોજાઇ રહેલા મતદાન દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે સાથે લોકો પણ આ કામગીરીમાં જોડાઈ રહ્યા છે જ્યાં મોરબીની નીલકંઠ સ્કૂલ બૂથ પર વિદ્યાર્થીઓ દ્વારા મતદારો માટે લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકશાહીના આ ઉત્સવમાં મતદારો ઉત્સાહભેર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આ ધોમ ધખતા તાપમાં મતદારોને રાહત મળે અને નીલકંઠ સ્કૂલ બુથનું 100% મતદાન થાય તેવા ઉમદા હેતુથી ‘નીલકંઠ કોમર્સ સ્કૂલ’ના હોંશીલા વિદ્યાર્થીઓ દ્વારા વરિયાળી – લીંબુનો શરબત પીવડાવી લોકોને વધારે ને વધારે મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.