યુવા મતદાન મથક સહિત મતદાન મથક લોકેશન પર મતદાન માટે લોકોનો મેળો

મતદારોનો મતદાનનો અનુભવ યુનિક બની રહે અને મતદારો મતદાન કરવા માટે આકર્ષિત થાય તે માટે જિલ્લામાં બનાવવામાં આવેલા સવિશેષ મતદાન મથકો અંતર્ગત સમગ્ર મોરબી જિલ્લામાંથી મોરબીમાં આંબાવાડી તાલુકા શાળા ખાતે યુવા મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ મતદાન મથકની તમામ વ્યવસ્થાઓનું યુવા અધિકારી/કર્મચારીઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આ મતદાન મથક લોકેશન પર મતદારોની લાગેલી લાઈનો મતદાન અંગેની જાગૃતિની પ્રતીતિ કરાવી રહી છે. મતદારો વહેલી સવારથી મેળો લગાવી મતદાનની ફરજ અદા કરવા જાણે કે તલપાપડ થઈ રહ્યા હોય.
૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આંબાવાડી તાલુકા શાળા મતદાન મથક લોકેશન પર યુવા મતદાન મથક સહિત ૪ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ૪ હજાર જેટલા મતદારો નોંધાયેલા છે. આ મતદારોએ મતદાન માટે વહેલી સવારથી મતદાન મથક પર મેળા જેવો માહોલ ઉભો કર્યો છે. આ મતદારો ઉત્સાહભેર જાણે કહી રહ્યા હોય કે મતદાનની ફરજ ના ચુકીશું અમે અવશ્ય મતદાન કરીશું