મોરબી : વરિષ્ઠ મતદારો યુવાનોને પણ પાછળ છોડશે !

મતદાન માં વરિષ્ઠ નાગરિકોનો ઉત્સાહ ચરમસીમાં પર : મોરબી જિલ્લામાં મતદારોને પણ જાણે કે, મતદાનની રેસમાં પાછળ છોડી દે તેવો માહોલ સર્જ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈને વરિષ્ઠ મત દાતાઓ મતદાન મથક સુધી પહોંચીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

ટંકારા ના નેસડા (સુ) ગામના મણીબેન પરસોત્તમભાઈ રાજકોટિયાએ ૧૦૫ વર્ષની ભાઈએ મતદાન કરી મતદાન લોકશાહીનો પાયો છે તેઓ શુભ સંદેશો આપ્યો હતો જ્યારે ટંકારા ના બંગાવડી ગામના જળીબેન ત્રિભુવનભાઈ મેંદપરાએ ૯૯ વર્ષની વયે મતદાન કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તો મોરબીના ધરમપુર ગામના ઉજીબેન મેરૂભાઈ સુરેલાએ ૧૦૦ વર્ષની વયે મતદાન કરવા યુવાનોને પણ શરમાવે તેવો ઉત્સાહ બતાવ્યો હતો.