વાંકનેરના યુવાનો, મહિલાઓ, વૃધ્ધોએ મતદાન કરી સેલ્ફી પોઈન્ટ પર પાડયા ફોટા

વાંકાનેરમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહી પર્વમાં નોંધાવી રહ્યા છે ભાગીદારી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબ્બકાનું મતદાન યોજાઇ રહ્યું છે જે અનુસંધાને મોરબી જિલ્લાના નાગરિકો સવારથી મતદાન કરવા માટે મતદાન મથકોએ પહોંચી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

વાંકનેરમાં વૃધ્ધો, યુવાનો, મહિલાઓએ મતદાનની ફરજ નિભાવી સેલ્ફી પોઈન્ટ પર ફોટા પાડયા હતા. અન્ય લોકોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો. વાંકાનેર તાલુકામાં લોકો મતદાન મથકે પહોંચી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.