મોરબી : શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે

૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે

મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર ની બાજુ માં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્ન માં ૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્ન ની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી. પંડ્યા દ્વારા કરાવવામાં આવશે

આ સમૂહલગ્ન નો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની આવક માંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓ ને નોટબુક,પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવે છે આ સાત માં સમૂહલગ્ન ને સફળ બનાવવા માં સમિતિ ના ઘનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, રમેશભાઈ પટેલ,ધીરુભા જાડેજા, ભાવેશભાઈ મહેતા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.