મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ તથા આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા અનેકવિધ સેવાકીય તથા સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ ૧૨ મે ૨૦૨૪, રવિવારનાં રોજ આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીનાં સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પ તારીખ ૧૨ મે, ૨૦૨૪ને રવિવારનાં રોજ ઓમ શાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ મુકામે, સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાકે યોજાનાર છે. આ કેમ્પમાં આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત ડૉક્ટરેની ટીમ દ્વારા દર્દીઓની સંપૂર્ણ ચકાસણી કરી સચોટ નિદાન કરવામાં આવશે.
આ કેમ્પમાં યુરોલોજીસ્ટ, ન્યુરો સર્જન, ઓર્થોપેડીક સર્જન, જનરલ સર્જરી, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીક જેવી સેવાઓ ઉપલબ્ધ થશે આ મેડિકલ કેમ્પ ફ્રી રહેશે તેવું સંસ્થાનાં પ્રમુખ અમિતભાઈ પંડ્યા (મો. ૯૯૭૮૨૯૨૨૮૨), મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી (મો. ૯૦૯૯૦૨૫૦૬૫) ની યાદીમાં જણાવાયું છે. કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા આહવાન કરવામાં આવેલ છે.