અકસ્માતનો ભય : ખેવારીયાથી નારણકા વચ્ચેનો જોખમી રસ્તો

મોરબી તાલુકાના ખેવારીયા અને નારણકા ગામના રસ્તો જોખમી બન્યો છે. એટલું જ નહિં ખેત તળવાડાને લઈને પણ અકસ્માત સર્જાઈ તેવો ભય સેવાઈ રહ્યો છે જોકે નારણકા ગ્રામ પંચાયતના સરપંચે રજૂઆત પણ કરેલ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નહિ આવતા આવનાર દિવસોમાં અકસ્માતના બનાવો સામે આવે તેવી ભીતી સેવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામથી નારણકા ગામ જવાના રસ્તે ખેવારીયા ગામ નજીક આવેલ તળાવની પાર પાસેનો રસ્તો જર્જરીત હાલતમાં છે એટલું જ નહિં રસ્તા પાસે જ તળાવ હોય રાત્રિના સમયે પસાર થતાં વાહન ચાલકો જો ભુલ ખાઈ જાય તો અકસ્માત સર્જાય શકે છે. આ સંદર્ભ નારણકા ગામના મહિલા સરપંચ ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ અગાઉ રજૂઆત પણ કરેલ છે.

તેમણે અગાઉ કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ખેવારીયાથી નારણકા ગામ વચ્ચેના રસ્તા પર ગામેરી કુવા પાસે તથા નારણકા-ખેવારીયા વચ્ચે નાલા બનાવવાની ખાસ જરૂરિયાત છે. તેમજ ખેવારીયા ગામના વિવિધ ખાતેદાર ખેડૂતોએ નારણકા ગામ જવાના રસ્તે એકદમ નજીક ખેત તલાવડા બનાવેલ છે જે અત્યંત ભયજનક છે. તેમજ ખેવારીયા ગામ નજીક આવેલ ખેત તળાવડા પાસેનો રસ્તામાં બે થી વધુ વાહન સામેથી પસાર થવાની જો ભુલ થય જાય તો અકસ્માત બની શકે છે તેથી તાત્કાલિક ધોરણે તળાવ પાસે સુરક્ષિત દિવાલ અથવા વ્યવસ્થિત ભરતી ભરી કામગીરી કરવામાં આવે તેવું લોકો પણ ઇચ્છી રહ્યા છે.