મોરબી : ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ

તારીખ :-17/5/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સર્જન વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા બેઠા હોય તેમજ રોતા હોય ત્યારબાદ સૌ પ્રથમ મહિલા ને સાંત્વના આપી સરળતાપૂર્વક કાઉન્સિલિંગ કરેલ

તો તેમણે જણાવેલ કે તેવો એમ.પી ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ સાથે આવેલ હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતાં તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના પતિને સોંપેલ પતિ નું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં પોતે પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના પતિને જણાવેલ કે હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે આમ મહિલાનુ પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો