પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યસરકાર ના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે .એસ પ્રજાપતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો ધીરેન મહેતાની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી બાવરવા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષ કે ના માર્ગદર્શન હેઠળ વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના ગામોમાં મિટિંગ યોજી લોકોને હાઇપર ટેન્શન અંગે આરોગ્ય શિક્ષણ આપી જાગૃત કરાયા
સમગ્ર વિશ્વમાં 17 મે ને હાઇપરટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -સાવડી દ્વારા વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી .આ અંતર્ગત સાવડી આરોગ્ય કેન્દ્રના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર નાઆરોગ્ય કર્મચારી,CHO દ્વારા ઉજવણી કરવામાં આવી હતી .
આ ઉજવણી માં લોહીનું દબાણ શું છે ?તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે ?અને લોહીના દબાણ ને થતું કેમ ન અટકાવી શકાય ? ૩૦ વર્ષ થી ઉપરના લાભાર્થીને એક વાર NCD સ્ક્રીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું