લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઇપરટેંશન ડે ની ઉજવણી કરાઈ

૧૮મે એટલે કે વિશ્વ હાઇપરટેંશન ડે આ દિવસે લોકો માં હાઇપરટેંશન ની બીમારી બાબતે જાગૃતિ આવે એ હેતુસર પ્રા. આ. કેન્દ્ર લાલપર ના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અમિતાબેન મૂછડીયા ના માર્ગદર્શન અનુસાર આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્ર ના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના ગામો માં ઘરે ઘરે જઈ તેમજ મિટિંગ યોજી અને લોકો ને હાઇપરટેંશન બાબતે વિસ્તૃત માહિતી આપવા મા આવેલ હતી અને લોકો ને જાગૃત કરવા માં આવ્યા હતા.

હાઇપર ટેંશન વિશે : ટેન્શન વિશે તો સૌ કોઈ જાણતા હશો પરંતુ,હાઇપર ટેન્શન વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. હાઇપર ટેન્શન એટલે કે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા. ખૂબ નાની ઉંમરે લોકોમાં આ બીમારી આવી જતી હોય છે.

હાઈપર ટેન્શનને લઈ લોકોમાં જાગૃતિ આવે તે, વિશ્વ હાયપરટેન્શન દિવસ દર 17 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાઇ બ્લડપ્રેશર બીમારી વિશે જાગૃતિ લાવવી છે.
હાયપરટેન્શન આપણે જાતે ઉભી કરેલી સ્થિતિ છે. આ ઉપરાંત અન્ય કારણો પણ છે જેમાં વધારે વજન, વધુ પડતું મીઠી ખાવું.

આ ઉપરાંત અન્ય કારણોમાં પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ન ખાવા, કસરતનો અભાવ, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું, ટેંશન લેવું.સતત માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ,છાતીનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી અને ક્યારેક નાકમાંથી લોહી નીકળવું.હાયપરટેન્શન સારવાર ખોરાકમાં ઓછું મીઠું (salt) નાખો. મીઠું હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે અને હૃદયને સ્વસ્થ રાખતો ખોરાક ખાઓ.

હાયપરટેન્શન સારવાર ખોરાકમાં ઓછું મીઠું (salt) નાખો. મીઠું હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે અને હૃદયને સ્વસ્થ રાખતો ખોરાક ખાઓ.