રાજકોટ : પ્રફુલચંદ્ર બાબુલાલ ભટ્ટનું દુઃખદ અવસાન : સોમવારે સાંજે ઉઠમણું/બેસણું

શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવિય બ્રાહ્મણ – શાંડિલ્ય ગોત્ર, રાજકોટ નિવાસી પ્રફુલચંદ્ર બાબુલાલ ભટ્ટ (ઉં.વ.69) નિવૃત જી.ઈ.બી પુનિતનગર તે સ્વ.બાબુલાલ ત્રિભોવન ભટ્ટના સુપુત્ર, સ્વ.પ્રભુલાલભાઈ, કિશોરભાઈ, શિરીષભાઈના લઘુબંધુ અને ચંદ્રકાન્તભાઈ, રેખાબેન, નયનાબેન રાજેશભાઈ દવેના વડીલબંધુ, તે નયનાબેન (નેહાબેન) ના પતિ (નિવૃત F.H.S. P.H.C. ખોખડદડ) તથા કંદર્પભાઈ(ICICI Bank) , ધારાબેન(ધરતી) અમરકુમાર દવેના પિતાશ્રી અને સ્વ.હર્ષદરાય વિશ્વનાથ જોષી (કોટડા સાંગાણી)ના જમાઈનું તા. 17/ 05/ 2024ના રોજ દુઃખદ અવસાન થયું છે.

સદ્દગતનું બંને પક્ષનું ઉઠમણું અને બેસણું તારીખ 20/05/2024 ને સોમવારે સાંજે 4 થી 5 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખ્યું છે.