આગામી દિવસો માં વરસાદ ની સિઝન શરૂ થવા ની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છર નો ઉપદ્રવ વધી જતો હોય છે જેના થી લોકો માં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવા ની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માં એમ.ઓ. ડો. દર્શન ખત્રી ના માર્ગદર્શન હેઠળ આજ થી મેલેરિયા ગ્રસ્થ ગામો માં IRS(ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર(નદી) ના તાબા ના ગામો કરવા માં આવી હતી. આ કામગીરી માં લાલપર આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, જયેશભાઇ ચાવડા જોડાયા હતા
વધુમાં વધુ ગામ જનો પોતાના ઘર માં આ સ્પ્રે નો છંટકાવ કરે એ માટે ગામ ના આગેવાનો એ પોતાના ઘર થી દવા છંટકાવ ની શરૂઆત કરી ગામજનો ને આ દવા નો છંટકાવ કરવા ગ્રામ જનો ને અપીલ કરી હતી.
સાથે સાથે આજે રાષ્ટ્રીય વાહકજન્ય રોજ નિવારણ માટે પ્રા.આ.કે. લાલપર ના વિવિધ ગામો ના કર્મચારીઓ દ્વારા ગામ ના લોકોમાં આગામી દિવસોમાં મચ્છર ના ઉપદ્રવ થી થતો રોગચાળો જેવો કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વિગેરે ના થાય એ માટે સઘન સર્વે કરી, લોકો માં જન જાગૃતિ આવે એ માટે પ્રચાર પ્રસાર કરવા માં આવ્યો હતો, પાણી માં થતા પોરા નું પ્રદર્શન કરવા માં આવ્યું હતું.