યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપકની પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી

લાકડી દીકરીના જન્મદિવસની સાથે દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ હોય આ બંને પ્રસંગે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ કરાવ્યું

મોરબી : મોરબીમાં સામાજિક, સેવાકીય, શૈક્ષણિક તેમજ સર્વધર્મ સમભાવ થકી રાષ્ટ્પ્રેમ ઉજાગર કરતા અને પોતાની ખુશીઓ બીજાને આપી અને એના ચહેરા પરની ખુશી જોઈને પોતે ખુશ થવું એટલે આપવાના આનંદ હેઠળ કાર્યક્રમો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસાથપક દેવેન રબારીની વહાલસોયી અને અત્યંત લાડલી પુત્રીના જન્મ દિવસ અને દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ આજે હોય એ બન્ને પ્રસંગોની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાંલાકડી દીકરીના જન્મદિવસની સાથે દેવેનભાઈના લગ્નની વર્ષગાંઠ હોય આ બંને પ્રસંગે ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્યવર્ધક કીટ આપી રસ પુરીનું જમણ કરાવ્યું હતું.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મારી દીકરી મનસ્વીના જન્મદિવસ અને મારા લગ્નની વર્ષગાંઠ પણ યોગુનાયોગ આજે હોવાથી આ બન્ને પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં એટલે જીવનશેલીમાં સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુની કીટ જેવી કે, સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ, નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓની કિટ તથા બાળકોને તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મારી દીકરી માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરી છે. અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભ્યર્થના વ્યક્ત કરી