હિન્દ વૈભવ સમાચાર પત્રકના તંત્રી કે જેઓ હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા તેમજ સત્યને ઉજાગર કરવામાં ઉપરાંત રાષ્ટ્રહિત સર્વોપરી ની વિચારધારા ધરાવતા કે જેઓ સુદર્શન ન્યુઝ, વી હિન્દુસ્તાન ન્યુઝ, ન્યુઝ ૧૧ ગુજરાતી તેમજ વોઇસ ઓફ મોરબી જેવા માધ્યમો સાથે જોડાઈ પ્રજાના પ્રશ્નો વાંચા આપ્યા બાદ હાલ પોતે હિન્દ વૈભવ ન્યુઝના તંત્રી તરીકે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે. ઉપરાંત ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોરબી જિલ્લાના ઉપ્રમુખ તરીકે ફરજ બજાવતા મેહુલકુમાર ખાત્રા(ગઢવી) નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
મેહુલકુમાર ખાત્રા(ગઢવી) દ્વારા આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે 100 જેટલા વૃક્ષો વાવી વસુંધરા અને હરિયાળી બનાવવા ના પ્રયાસ સાથે જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સૌ સાથે મળીને પોતાના જન્મ દિવસની ઉજવણી આ રીતે કરવી જોઈએ એવી અપીલ સાથે મેહુલકુમાર ખાત્રા(ગઢવી) દ્વારા ઉજવણી કરવામાં આવી છે. આજે મેહુલકુમાર ખાત્રા(ગઢવી)ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સ્નેહીજનો, તેમનું બહોળું મિત્રો વર્તુળ શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.