મોરબી : તંત્ર નિયમો નેવી મૂકીને કામ કરે અને કલેક્ટ ફાયર સેફ્ટીના નિયમો અંગે મિટિંગ યોજે !!

ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત :મોરબી જિલ્લામાં નિયમો એટલે શું ? એ એક મોટો પ્રશ્ન છે બંધારણીય નિયમોને સાઈડ પર મૂકીને અને આંખ આડા કાન કરીને તંત્ર કામ કરે છે ? ખરેખર કલેક્ટ નિયમોને આધીન ચાલવા માંગતા હોય તો મોરબીના તંત્ર ને આદેશ આપે કે મોરબીમાં ફાયર સેફટી વગર તમામ સ્થળો પર તપાસ કરી ને તેને બંધ કરી દેવામાં આવે તેમાં કોઈ પણ જાતની રેહ શરમ ભર્યા વગર પગલાં ભરવામાં આવે તો માનવામાં આવે કે તંત્ર ખરી કામગીરી કરી રહ્યું છે

મોરબી ઘણા બધા સ્થળો પર ફાયર સેફ્ટીના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવે તે તેના સામે પગલાં ભરવા જરૂરી છે મોરબી માં ઘટના ઘટ્યા બાદ પગલાં ભરવાની પ્રથા ચાલી આવે છે તે જ પ્રથા ચલાવવી હોય તો પગલાં ભરવાની જરૂર નથી રાજકીય ઓથ હેઠળ ચાલતા અનેક સ્થળો પર ફાયર સેફ્ટરી નામે કઈ છે જ નહિ જેથી આવા સ્થળો પર તંત્ર પગલાં ભરે તેવું પ્રજા પણ ઈચ્છી રહી છે

કલેકટર દ્વારા મળેલ મિટિંગ અનેક નિર્ણયો લેવાયા છે જોઈએ હવે તેમાં થી ક્યાં નિયમોનું પાલન કરવામાં આવે છે કે પછી ઘી ના ઠામમાં ઘી પાડી દેવામાં આવે છે

મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ બેઠક યોજી જેમાં બહુમાળી કોમર્શિયલ, કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ શાળા, પ્લે હાઉસ સિનેમા વગેરેમાં ફાયર એનઓસી બીયુ પરમિશન વગેરે નીતિ નિયમોના પાલન અંગે સુચના અપાઈ