મોરબી : ખાખરાળા આરોગ્ય વિભાગ દ્વારા National menstrual hygiene dayની ઉજવણી કરાઈ

પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના મેડીકલ ઓફીસર ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળા ના એસ.એમ.જાવિયા તથા ફિ.હે.સુ- ઇનચાજઁ કોમલબેન ના માગઁદશઁનમા પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના નીચે આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા,જેપુર,લુટાવદર,પીપળીયા,માનસર,વનાળીયા વગેરે ગામમાં “National Menstrual Hygiene Day” ની ઉજવણી કરવામાં આવી જેનો મુખ્ય હેતુ ગામમા મહિલાઓમાં માસિક ધમઁ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

Menstrual Health Hygiene બાબતે ચચાઁ (સેનેટરી પેડનો નિકાલ,ઉપયોગ,કાઉનસીલીંગ,માસીક દરમ્યાન સ્વચ્છતા) વગેરે સમજાવવામા આવેલ તેમજ રેલીનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ.

સાથે સાથે Menstrual Art & Creative Exhibition workshop નુ પણ આયોજન કરવામા આવેલ હતુ જેમાં અલગ અલગ ચિત્રો બનાવી ને ગામ લોકોને સમજાવવામા આવેલ.