મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટએ એવન્યુ પાર્કથી નરસંગ મંદિર સુધી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું જારી

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોના અવર-જવર વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે

રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ એવન્યુ પાર્ક સોસાયટીથી બાપા સીતારામ ચોક અને બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર(રવાપર રોડ) સુધીના રોડ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

એવન્યુ પાર્ક સોસાયટીથી બાપા સીતારામ ચોક અને બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર(રવાપર રોડ) સુધીના રોડ પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ અન્વયે નગરપાલિકા વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના આ રોડ પરના વાહનોના પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે રિલાયન્સ સોસાયટી, અનુપમ સોસાયટી તથા નીલકંઠ સ્કૂલની આસપાસની તથા સામેની સોસાયટીઓના વાહનની આવન-જાવન માટે બાપા સીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તાનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. રામવિજય નગર, વિજયનગર, દર્પણ સોસાયટી, પંચવટી સોસાયટીના વાહનોની આવન-જવન માટે હીરાસરી માર્ગ (નરસંગ ટેકરીથી અવની ચોકડી) તરફ જવાના રસ્તાનો ડાઈવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ – ૧૩૧ અન્વયે સજાને પાત્ર થશે.