મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનાં લાયન્સ ક્લબ ઓફ ભારત-પ્લેટિનમ ટંકારાનાં હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનું નવલું નજરાણુ “લાયન્સ ક્લબ ઓફ ભારત પ્લેટિનમ ટંકારા

વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મોરબી શહેરમાં સતત અગ્રેસર રહેતી માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત એવી ઇન્ડિયન લાયોનેસ મોરબી દ્વારા ટંકારા શહેરમાં નવી ઇન્ડિયન લાયન્સ પ્લેટિનમ ટંકારા ક્લબ ગત તારીખ 18/5 ના રોજ સ્પોન્સર કરવામાં આવી હતી.

નવી ઇન્ડિયન લાયન્સ પ્લેટિનમ ટંકારા ક્લબના પ્રથમ પ્રમુખ ઈલા કલ્પેશ કુમાર પ્રભુલાલ ફેફર તથા તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ ધરતી ધન બેન્કવેટ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સાથે ઉપપ્રમુખ તરીકે ઈલા ગીતાબેન સાચંલા , ઈલા હેતલબેન વરુ ,ઈલા પ્રજ્ઞાબેન ઘેટીયા, તેમજ સેક્રેટરી તરીકે ઈલા વિજયભાઈ ભાડેજા ,જોઈન્ટ સેક્રેટરી તરીકે ઈલા ચુનીલાલભાઈ ધરમસી તેમજ ટ્રેઝરર તરીકે ઈલા જયેશભાઈ નરભેરામભાઈએ શપથ લીધા હતા. આ ઉપરાંત પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઈલા કૌશિકકુમાર ઢેઢી , ઈલા નવલિકાબેન ભાગીયા તેમજ ઈલા અસ્મિતાબેન ગામીએ શપથ લીધા હતા. આ ઉપરાંત ઈલા વિરમભાઈ દેસાઈ, ઈલા દિલીપભાઈ બારૈયા, ઈલા કૌશિકભાઈ પટેલ, ઈલા ભાવેશભાઈ દેત્રોજા, ઈલા આનંદભાઈ મોકાસણા, ઈલા કલ્પેશભાઈ ધોરી, ઈલા કલ્પેશભાઈ પટેલ, ઈલા કાર્તિકભાઈ બારૈયા, ઈલા પ્રશાંતભાઈ બારૈયા, ઈલા રવિભાઈ ઉઘરેજા, ઈલા હાર્દિકભાઈ કાસુન્દ્રા, ઈલા અતુલભાઈ વામજા તેમજ ઈલા મુકેશભાઈ પટેલે સભ્ય તરીકેના શપથ લીધા હતા.

આ પ્રસંગે શપથવિધિ પુરોહિત તરીકે બરોડા ઇન્ડિયન લાયન્સ સખી ક્લબ માંથી દર્શનાબેન ભટ્ટ પાસ્ટ નેશનલ સેક્રેટરી આવ્યા હતા. આ પ્રસંગે ખાસ આશીર્વાદ આપવા માટે ઇન્ડિયન લાયન્સ ના કરતા હર્તા ચીફ પેટ્રોન ઈલા હિતેશભાઈ પંડ્યા તેમજ ઈમિડીયેટ પા નેશનલ ચેર પર્સન આશાબેન પંડ્યા તથા નેશનલ કો ચેરમેન રેખાબેન ચેટરજીખાસ ઉપસ્થિત રહ્યા હતા .ચીફ પેટ્રોન સાહેબે નવી ટીમને ખૂબ ઉપયોગી કાર્ય કરીને ટંકારા તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકોને મદદરૂપ થવા માટે અપીલ કરી હતી .

આ સાથે ઇન્ડિયન લાયન્સ ક્લબ એ માત્ર સેવાકીય એનજીઓ નહીં પરંતુ લાઈફ ઈમ્પ્રુવમેન્ટ માટેનું એક પ્લેટફોર્મ છે તેવી માહિતી આપી હતી .આ પ્રસંગે ટંકારા ક્લબની સ્થાપના કરવા માટે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભના બા ઝાલા ,મોરબી ઇન્ડિયન લાયોનેસ પ્રેસિડેન્ટ મયુરબેન કોટેચા તેમજ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.