ટંકારા તાલુકા ઓફિસ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારાના સહયોગથી 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ રાખવામાં આવેલ હતા

31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા તેમજ ટંકારા તાલુકાના 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 25 આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા વિવિધ તમાકુ મુક્તિના કાર્યક્રમ રાખવામાં આવેલ હતા જેમાં વાલી બાળકોને તમાકુના વ્યસનથી થતા શારીરિક/માનસિક/આર્થિક અસરો વિશે માર્ગદર્શન આપવામાં આવેલ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / આયુષ્યમાન આરોગ્ય મંદિર માં તમાકુ મુક્તિના શપથ લેવડાવવામાં આવેલ અને વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા કક્ષાએ ન્યુ વિઝન સ્કૂલ નાં બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ

આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી .જી. બાવરવા તાલુકા સુપરવાઇઝર પટેલ હિતેશ કે શાળાના આચાર્ય કે.ટી.પટેલ ટ્રસ્ટી દિલીપભાઈ બારૈયા તમામ પીએચસીના સુપરવાઇઝર તેમજ આરોગ્ય કર્મચારીઓ એ 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ