મુસ્કાન વેલફેર સોસાયટી, જે અનુકૂળ અને નેક કામો માટે જાણીતી છે, તેમને દ્વારા તાજેતરમાં 2nd જૂન એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં પ્યાસી જનતા ને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવો હતો.
વિશેષ માહિતી અનુસાર, આ વોટર કૂલર શનાળા રોડ, ઉમિયા સર્કલ એ, ઉમિયાનગર સોસાયટી ના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે. મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યો એ જણાવ્યુ કે, “આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ.”
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘ નો બહુ મોટો ફાળો છે. મુસ્કાન વેલફેર સોસાયટી, માનવ સેવા સંઘ નો ખૂબ ખૂબ આભાર માને છે. આમ, મુસ્કાન વેલફેર સોસાયટીનું આ પ્રોજેક્ટ પ્રેરણાદાયક મિસાલ છે. તે અન્ય સંસ્થાઓ અને લોકો માટે એક ઉદાહરણરૂપ છે કે, કેવી રીતે નાના પણ મહત્વપૂર્ણ પગલાઓથી સમાજની સુખાકારી માટે યોગદાન આપી શકાય છે.