દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજ્જવણી રંગે ચંગે કરાઈ. આ ઉજ્જવણી દરમિયાન કંપનીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ઉત્સાહ પૂર્વક કંપનીના વિવધ સ્થળો પર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને ૫૦ વૃક્ષો વાવેતર કરયુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા અને ડી.જી.એમ કોમરસીય્લ ટોમી એન્ટની સ્ટાફનો ઉત્સાહ વધારવા હાજર રહયા હતા.
આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવા માટે કંપનીના એનવાયરોમેન્ટ હેલ્થ અને સેફટી મેનેજર કુલદીપ ગઢવી એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા એક સુવાક્ય કેહવામાં આવ્યું હતું “ આપણા પર્યાવરણની જાળવણી એ ઉદારવાદી અથવા રૂઢીચુસ્ત પડકાર નથી, તે સામાન્ય જ્ઞાન છે.”