મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ પદે શપથ લેતા મયુરીબેન કોટેચા

ઇન્ડિયન લાયોનેસ ક્લબનો 2024-25 વર્ષનો શપથ ગ્રહણ સમારોહ ઇડનહીલ ખાતે યોજાયો ગત તારીખ 18- 5- 2024 ના રોજ ઈડન હિલ્સ ખાતે લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબીનો આ વર્ષનો શપથ ગ્રહણ કાર્યક્રમ ખૂબ ધામે ધૂમે ઉજવાયો સતત બીજા વર્ષે પ્રેસિડેન્ટ તરીકે મયુરીબેન કોટેચાએ શપથ લીધા આ સાથે તેમની ટીમમાં વાઈસ પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયા, જોઈન્ટ વાઇસ પ્રેસિડન્ટ પુનમબેન હીરાની અને કામિની સિંગ સેક્રેટરી, પ્રીતિબેન દેસાઈ જોઈન્ટ સેક્રેટરી તરીકે મનિષાબેન ગણાત્રા અને પાયલબેન આસાર ટ્રેઝરર, હીનાબેન પંડ્યા પોઇન્ટ ટ્રેઝર, કોમલબેન આચાર્ય અને સુનિતાબેન દોશી અને બીજા મેમ્બરોએ પણ સાથે શપથ લીધા

આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ જેવા કે ભાજપના જયરાજસિંહ જાડેજા જિલ્લા ઉપપ્રમુખ ભાજપ કાજલબેન ચંડીભમર નીલકંઠ સ્કૂલ અને તપોવન સ્કૂલના વ્યવસ્થાપક એવા જીત સર વડસોલા દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ એવા સીમાબા જાડેજા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં નેશનલના હોદ્દેદારોમાંથી શપથ ગ્રહણ પુરોહિત તરીકે રેખાબેન ચૈટરજી પાસ્ટ નેશનલ કો ચેર પર્સન આ સાથે વિશેષ ઉપસ્થિતિમાં દર્શનાબેન ભટ્ટ પાસ્ટ નેશનલ સેક્રેટરી શોભના બા ઝાલા નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મયુરભાઈ સોનીએ હાજરી આપી હતી આ સાથે આશીર્વાવચન આપવા માટે ધીમંતભાઈ શેઠ પાસ્ટ કો ચેરમેન એ પણ હાજરી આપી હતી ક્લબ મેમ્બર્સ એ મોટી સંખ્યામાં હાજરી આપી આ શપથ ગ્રહણ સમારોહને ભવ્યાતી ભવ્ય રીતે ઉજવણી કરી હતી.