મોરબી : ઘરે થી નીકળી ગયેલા વૃદ્ધા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

સજ્જન મહિલા નો ૧૮૧ પર ફોન આવેલ જેમાં તેમણે જણાવેલ એક માજી મળી આવેલા હોવાથી માજી ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા માજી ની મદદ માટે કોલ કરી ને મદદ માગેલ …

મોરબી ગીતા પાર્ક વિસ્તારમાંથી સજ્જન વ્યક્તિ નો કોલ આવતા 181 ટીમ માજી ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી સજ્જન વ્યક્તિ નું કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિ એ જણાવેલ આ માજી ને અમે કાલે રાત્રે વૃક્ષ નીચે બેઠેલા જોયા જેમાં સવારે તે જગ્યા પર ધ્યાન ગયેલ ત્યાં જોયું કે માજી હજુ આ જગ્યા પર જ બેઠેલા છે

જેથી સજ્જન વ્યક્તિ માજી ને તેમના ઘરે લઈ ને આવેલ ત્યારબાદ માજી ની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરેલ ત્યાર બાદ માજી નું કાઉન્સિલિંગ કરેલ જેમાં માજી નું પૂરું નામ જાણેલ ત્યાર બાદ આજુ બાજુ ના વ્યક્તિઓ ને માજી વિશે કોઈ પ્રકારની માહિતી મળે તો કહેવાનુ જણાવેલ જેમાં માજી ના પુત્ર વધુ ના મોબાઈલ નંબર મળેલ જેથી પુત્ર વધુ ને કોલ કરેલ જેમાં પુત્ર વધુ સાથે વાત ચીત કરેલ પુત્રવધુ એ જણાવેલ તે મજુરી કામ ના અર્થે ગયેલા ત્યારે માજી ઘરે થી નીકળી ગયેલા તેમની શોધ ખોળ પણ કરેલ માજી ના પુત્ર વધુ સાથે ફોન પર વાત કર્યા ત્યાર બાદ માજી ને તેના ઘરે લઈ જઈ તેમના પુત્રવધુ ને સોંપેલ જેથી પુત્રવધુ એ 181 ટીમ અને સજ્જન વ્યક્તિ નો આભાર વ્યક્ત કરેલ