શાળાના વિદ્યાર્થીઓ સરકારશ્રી તરફથી રૂ.48000 સુધીની સ્કોલરશીપ મેળવશે
શ્રી સજનપર પ્રા. શાળાના ધો.8 ના બાળકોએ સરકારશ્રી તરફથી લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા ૨૦૨૪ માં 22 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં શાળાના 7 વિદ્યાર્થીઓ એ 100 થી વધુ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં શાળાનું ગૌરવ વધારેલ છે.
આ તમામ બાળકોને અને એમને આખું વર્ષ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને સમગ્ર શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.