વાંકાનેર : બાળકીને તેના પાતા-પિતા સાથે સુખદમીલન કરાવતી પોલીસ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની SHE TEAM ના સભ્યો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ બાળકીને તેના પાતા-પિતા સાથે સુખદ મીલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ

મોરબી SHE TEAM અંગેની કામગીરીમાં હતા દરમ્યાન પંચાસીયા પવનસુત પેપરમીલ પાસે એક ૬ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવેલ હોય જે બાળકીનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ અન્નપુર્ણા જીતેન રહે-ગુજરાત વાળી હોવાનુ જણાવતા જે બાળકીના વાલીવારસની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પો.સ્ટે લાવી નવા કપડા અપાવી તથા નાસ્તો-પાણી કરાવી પોલીસ સ્ટાફના માણસોએ મજકુર બાળકીના વાલીવારસની શોધખોળ કરતા તેના પિતાજી જીતેનભાઇ કૈલાશભાઇ વસુનીયા રહે-હાલ માઇક્રોન કંપનીમાં તા.જી.મોરબી મુળ-બલગાવડી(અજરતપુર) તા.જી.ધાર(એમ.પી) વાળા મળી આવતા ખોવાયેલ બાળકીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ની SHE TEAM દ્વારા તેના માતા- પિતા સાથે સુખદ મીલન કરાવેલ છે.

આ કામગીરીમાં SHE TEAM ના સભ્યો પો.હેડકોન્સ મોમજીભાઇ રામજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ મનજીભાઇ હમીરભાઇ શીયાળ તથા પો.કોન્સ અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા અના,વુ.લોકરક્ષક હીનાબેન હમીરભાઇ પાંચીયા રોકાયેલ હતા.