લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે Hair Donation પ્રોજેક્ટનું પણ આયોજન કરવામાં આવેલ. જેનું ઉદ્ઘાટન સ્વામી નારાયણ સંસ્કાર ધામના સ્વામી તેમજ ક્લબ પ્રેસિડેન્ટ ડૉ પ્રેયસ પંડ્યા તેમજ ZC તુષાર દફતરી અને અન્ય ક્લબ મેમ્બરના હાથે કરવામાં આવેલ.
જેમાં બ્લડ ડોનેશન માં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે સાથે 3 બહેનોએ પોતાના હેર ડોનેટ કર્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા થોડા સમય પહેલા મોરબીમાં પ્રથમ હેર ડોનેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં 3 બહેનોએ પોતાના Hair ડોનેટ કરેલા પ્રોજેક્ટમાં મોરબી શહેર માંથી અન્ય 3 બેહનો જોડાયા હતા.
આ પ્રોજેક્ટ કેન્સર પીડિત દર્દીઓ માટે છે. તો આવા સારા કાર્યમા. મોરબીના અન્ય બહેનો પણ જોડાય તેવી લાયન્સ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવે છે.
ઉપરોક્ત પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ મેમ્બર્સએ જેહમત ઉઠાવેલ તેવી સેક્રેટરી દિનેશ વિડજા ની યાદી જણાવે છે
.