ઇન્ડિયન સીરામીક એશિયા 2022 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે પ્રારંભ કરેલ જેમાં ભૂપિન્દર સિંઘ, CEO, Messe Muenchen India, એલેસાન્ડ્રો લિબેરેટોરી, ટ્રેડ કમિશનર / ટ્રેડ પ્રમોશન ઑફિસના ડિરેક્ટર – ઇટાલિયન એમ્બેસી – નવી દિલ્હી.
મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો હરેશભાઈ બોપલિયા પ્રમુખ (વોલ ટાઇલ્સ ડિવિઝન), વિનોદભાઈ ભાડજા પ્રમુખ (ફ્લોર ટાઇલ્સ ડિવિઝન), કિરીટભાઈ પટેલ પ્રમુખ (સેનેટરી વેર ડિવિઝન), હેમંત શાહ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ, ડો. બી.એસ. પાટીલ, ચીફ ટેકનોલોજી ઓફિસર, આરએકે સિરામિક્સ ડૉ. ચંદ્રેશ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર, ડો. લલિત કુમાર શર્મા, પ્રમુખ – ઈન્ડિયન સિરામિક્સ સોસાયટી અને રોબર્ટ શોએનબર્ગર – પ્રદર્શન નિયામક હાજર રહી. આ એક્ઝિબિશન નો પ્રારંભ કરેલ આ ત્રિ-દિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજી આવેલ તેનું પ્રદર્શન અને અવનવા રો- મટીરીયલ ડિસપ્લે કરવામાં આવેલુ છે.
જેમાં ૨૦ દેશો કરતાં પણ વધારે દેશોના મુલાકાતીઓ મુલાકાત લેશે. તદ્દઉપરાંત 5000 થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ આ એક્ઝિબિશન ની મુલાકાત લેશે. તદઉપરાત ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે તો નવી ટેકનોલોજી અને નવી મશીનરી તથા રો મટીરીયલ્સ થી માહીતગાર થશે અને મોરબીના સિરામિક ઉધોગ માટે નવી ટેકનોલોજી થી વધુ સારી પ્રોડ્કટ કઇ રીતે બની શકે તે બાબતથી માહીતગાર થશે તેવુ જાણવા મલી રહ્યુ છે.