માળિયાના સુલ્તાનપુર ગામે રસ્તામાંથી સાઈડમાં જવાનું કહેતા ધોકા વડે વૃદ્ધ મહિલાને માર માર્યો

સુલ્તાનપુર ગામે માતાજીના મઢ પાસે લાકડાનો ધોકો લઈને એક ઇસમ રસ્તામાં ઉભો હતો જેથી રસ્તામાંથી સાઈડમાં જવાનું કહેતા આરોપીને સારું નહિ લાગતા ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના કહેતા લાકડાના ધોકા વડે વૃદ્ધ મહીલાને માર મારી ઈજા પહોંચાડી હતી

માળિયાના સુલ્તાનપુર ગામે રહેતા અનસોયાબેન લાભુભાઈ સનુરાએ ગામમાં રહેતા આરોપી બળદેવભાઈ શંકરભાઈ સનુરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ રાત્રીના આઠેક વાગ્યે ફરિયાદીના દીકરા ધર્મેન્દ્ર અને તેની પત્ની કાજલ ખેતરે ગયા હતા અને ફરિયાદી અનસોયાબેન ઘરેથી ખેતરે જતા હતા ત્યારે રસ્તામાં વિહોત માતાજીનો મઢ આવેલ જ્યાં આરોપી બળદેવ સનુરા લાકડાનો ધોકો લઈને ઉભો હતો જેથી રસ્તામાંથી બાજુમાં ખસવાનું કહેતા ગાળો આપવા લાગ્યો અને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા વડે મારવા લાગ્યો હતો જેથી મહિલા નીચે પડી ગયા હતા અને બળદેવભાઈ જતા રહ્યા હતા

ઝઘડાનો અવાજ થતા દીકરો અને તેની પત્ની આવી ગયા હતા અને વૃદ્ધાને હાથમાંથી લોહી નીકળતું હોવાથી ખાનગી વાહનમાં હોસ્પિટલ લઇ ગયા હતા આમ ફરિયાદી વૃદ્ધા ઘરેથી ખેતરે જતા હતા જ્યાં માતાજીના મઢ પાસે આરોપી ધોકો લઈને ઉભો હતો જેને રસ્તામાંથી સાઈડમાં જવાનું કહેતા ગાળો આપી ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે