મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ’ ની ઉજવણી થશે

ગુજરાત સરકાર દ્વારા દેશના અને રાજ્યના આદિજાતિ ઈતિહાસના સીમાચિહ્નોને યાદગાર બનાવવા તથા તેના વિવિધ પાસાઓને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડવા માટે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત બિનઆદિવાસી જિલ્લાઓમાં પણ વિશેષ ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી તા. ૧૫/૧૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે ‘જનજાતિય ગૌરવ વર્ષ’ ની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના નાગરિકોને આ ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.


Leave a Comment