
હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે મોરબી શહેરમાં ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે અને હાલમાં આપ જાણો છો કે પાડા પુલ નું કામ ચાલુ છે જેના લીધે શહેરમાં અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે આ બાબતે હાલમાં પરીક્ષા છે તે દરમિયાન ટ્રાફિક ના થાય તે માટે માસ્ટર પ્લાન કરી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા વિનંતી છે. વધુમાં મોરબી શહેરમાં નટરાજ ફાટક તેમજ વીસી ફાટક જ્યારે ટ્રેન આવે છે ત્યારે બંધ થવાના કારણે ટ્રાફિક વધુ થતું હોવાનું અમારા ધ્યાનમાં આવેલું છે

જેથી આ પાડા પુલનું કામ ચાલુ છે ત્યાં સુધી આ ટ્રેનને છેક શહેરના મૂળ રેલ્વે સ્ટેશનએ ટ્રેન ન લઈ જતા નજરબાગે જ લાસ્ટ સ્ટોપ થોડા સમય પૂરતો આપવામાં આવે તો આ સમસ્યાનુ સોલ્યુશન આવે તેમ હોય જેથી આ બાબતને નેકલક્ષમા લઈ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી બાળકોને આ ટ્રાફિકના લીધે સેન્ટર પર પહોંચવામાં મોડું ન થાય અને તેઓને કોઈ માનસિક ટેન્શન ના આવે તેના માટે સત્વરે આ પ્રકારનું આયોજન કરવા મોરબી કલેકટર અને પોલીસ અધિક્ષક રાજન પુરબીયા દ્વારા રજુઆત કરાઈ





