કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા “મિશન મોરબી” મિસ્ટ્રી ગેમનું અનોખું આયોજન કરાયું

આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવા પેઢી મોબાઈલની દુનિયામાં કેદ થઈ રહી છે, ત્યારે મોરબીના યુવાનો અને યુવતીઓને ટેકનોલોજીના વળગણમાંથી બહાર લાવી અસલી દુનિયા, ટીમવર્ક અને મોરબીના ભવ્ય વારસાનો પરિચય કરાવવા માટે કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મિશન મોરબી’ મિસ્ટ્રી ગેમનું એક અનોખું અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

“આ વખતે વેકેશનમાં મોબાઈલ નહિ પણ મિશન ચાલશે” ની ટેગલાઈન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીના યુવાનોએ જે અદ્ભુત ઉત્સાહ દાખવ્યો, તેનાથી અમારો આ સેવાનો હેતુ ૧૦૦% સફળ રહ્યો છે. શાશ્વત હોસ્પિટલ ખાતે મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં વિજેતા ટીમોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

 

 


Leave a Comment