
આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાની પણ તૈયારી

તાજેતરમાં જાહેર થયેલ મોરબી જીલ્લા ભાજપના હોદેદારોની વરણીને લઈને ભારે નારાજ થયેલ ચુવાળીયા કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી.
વાંકાનેરના ધમલપર ગામમાં આવેલ ગેલ માતાજીના મંદિરે ખાતે ચુવાળીયા કોળી સમાજના શહેર–તાલુકાના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જેમાં જેમાં તાજેતરમાં જાહેર થયેલ જીલ્લા ભાજપના સંગઠનની નિમણૂકમાં હંમેશા ભાજપને વફાદાર રહેલ ચુવાળીયા કોળી સમાજની બહુમતી પ્રમાણે સંગઠનમાં યોગ્ય પ્રતિનિધત્વ ન આપતા સમાજના આગેવાનો દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરી હતી મોરબી જિલ્લામાં ભારે બહુમતી ધરાવતા તેમજ વાંકાનેર વિધાનસભામાં આશરે પંચાવનથી સાઈઠ હજારનું મતદાન ધરાવતા ચુવાળીયા કોળી કાયમીના માટે ભાજપ સાથે રહ્યો છે પરંતુ જ્યારે પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે ક્યાંકને ક્યાંક ચુવાળીયા કોળી સમાજ સાથે અન્યાય થયો છે જેનો ભૂતકાળ પણ સાક્ષી છે અને તાજેતરમાં જીલ્લા ભાજપમાં થયેલ વરણી તે વાતનુ તાજુ ઉદાહરણ છે ત્યારે આ મુદે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની ઢુવા તથા પંચાસિયા સીટ તેમજ હશનપર , જેતપરડા , ઢુવા , ચિત્રાખડા , માટેલ તાલુકા પંચાયતની સીટ પર સંપુર્ણપણે ચુવાળીયા કોળી સમાજ બહુમતી ધરાવે છે ઉપરાંત અન્યો સીટો પર સમાજના મતો નિર્ણાયક ભૂમિકામાં છે ત્યારે જે સીટો પણ ચુવાળીયા કોળી સમાજની પૂર્ણ બહુમતી છે તે સીટો પર ટિકિટ આપવામાં આવે તેમજ શહેરી વિસ્તારમાં પણ સારી એવી બહુમતી ધરાવતા સમાજને પાલિકામાં પણ ટિકિટ આપવામાં આવે ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ ચુવાળીયા કોળી સમાજની નિયુક્તિ કરવામાં આવે તેવી બેઠકમાં માંગ ઉઠી હતી ઉપરાંત આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજનું મહા સંમેલન યોજવા અંગે જેવા અનેક મુદ્દે બેઠકમાં ચર્ચાઓ થઈ હતી.
જો આ આગામી દિવસોમાં ચુવાળીયા કોળી સમાજની માંગોને ધ્યાને નહી લેવામાં આવે તો સમાજના આગેવાનો દ્વારા તાલુકામાં ગામડે ગામડે પ્રવાસ કરી સમાજ સાથે થયેલ અન્યાય અંગે સમાજને જાણ કરી સમાજના મંતવ્યો જાણી આગામી રણનીતિ ઘડી સમાજના ન્યાય માટેની આ લડત લડવા સૌ આગેવાનોએ તૈયારી દર્શાવી હતી.
આ બેઠકમાં ભુવાશ્રી પરસોતમભાઈ બાવરવા , ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ જયંતિભાઈ મદ્રેસાણીયા , મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ પ્રભુભાઈ વીંજવાડિયા , નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા , પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય બચુભાઈ કુણપરા , પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ અબાસાણીયા , પૂર્વ નગરપાલિકા ચેરમેન મયુર ઠાકોર , રાજનભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા , વિજયભાઈ ઉકેડિયા સમથેરવા સરપંચ ,રમેશભાઈ સારલા , હશનપર સરપંચ , હેમંતભાઈ કુણપરા પલાંસ સરપંચ , જીવરાજભાઇ સારલા ખાનપર સરપંચ , પૂર્વ સરપંચમાં સવજીભાઈ અબાસાણીયા ધમલપર , પ્રવિણભાઇ સરવાડીયા જાલી , મનસુખભાઈ સેટાણીયા વરડૂસર , ધનજીભાઈ દેત્રોજા પૂર્વ ઉપ સરપંચ ધમલપર , ભવાનભાઈ દેત્રોજા રજવડલા , જકસીભાઈ કુનતિયાં વરડુસર , મહેશભાઈ અઘારા રાજગઢ ,લઘુભાઈ ધમલપર , મહેશભાઈ પલસાડી , જગદીશભાઈ સુરેલા , મંગાભાઈ ઉઘરેજા સહિતના આ ઉપસ્થિત રહ્યા હતા





