મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થિઓને શુભેચ્છા અને પ્રોત્સાહન

આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓનો શુભ પ્રારંભ થયો છે।
આ પવિત્ર અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી ને મોરબી સ્થિત એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨ ના અંદાજે ૨૫૦ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો સન્માનજનક મોકો મળ્યો।
સંસ્થાના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, મોઢું મીઠું કરાવી અને પેન ભેટ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી।
વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે પરીક્ષા આપે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વ્યક્ત કરવામાં આવી।


Leave a Comment