મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જાંબુડીયા ગ્રામ પંચાયતની માંગ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આરોગ્ય કેન્દ્ર ન હોવાથી લોકોને નવા જાંબુડીયા ગામે જવું પડતું હોવાથી રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તાર માં પેટા આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જે જાંબુડીયાના પેટા પરા ગામ રફાળેશ્વર થી અંદાજીત ત્રણ કિલો મીટર દુર આવેલ છે. રફાળેશ્વર વિસ્તાર ની હાલની વસ્તી અંદાજીત ૫૦૦૦ થી વધુ હોય તથા અહી મજુર વર્ગની વસ્તી વધુ હોય,જેમને આરોગ્ય ની સુવિધા મેળવવા છેક નવા જાંબુડીયા સુધી જવુ પડે છે. જેથી લોકોની સુખાકારી હેતુ રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા આવે તેવી ગ્રામજનોની માંગ છે જેથી રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા માંગ કરી છે.


Leave a Comment