મોરબી કોર્ટે રૂ ૪.૫૦ લાખના ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને બે વર્ષની સજા ફટકારી

મોરબી કોર્ટે સાડા ચાર લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી શ્રેય પ્રવીણભાઈ કાલાવાડીયાને ૨ વર્ષની સજા અને ચેકની રકમની ડબલ રકમ રૂ ૯ લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે

ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી શ્રેય પ્રવીણભાઈ કાલાવાડીયા અને ફરીયાદી દીપકભાઈ મોહનભાઈ ગજરાના મીત્ર હોય અને બન્ને એકબીજાને સારી રીતે ઓળખે હોય. આરોપીને પૈસાની જરૂરીયાત પડતા રૂા.૪,૫૦,૦૦૦/- હાથ ઉછીના વગર વ્યાજે આપેલ હતા. ફરીયાદીએ આરોપીને રકમ માંગતા ફરીયાદીએ આરોપીને બેંક ઓફ બરોડા બેંકનો મોરબી બ્રાંચનો સહી કરીને ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ તેમના ખાતામાં વસુલવા નાખતા ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવરના શેરા સાથે પરત ફરેલ.

જેથી ફરીયાદીએ આ કામના આરોપીને ચેક રીર્ટન થયાની જાણ કરેલ, છતાં આરોપીએ ફરીયાદીને કોઈ જવાબ આપેલ નથી. જેથી ફરીયાદીએ આરોપીને તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ નોટીસ મોકલાવેલ છતા નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી ઘ્વારા આ કામના આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલશ્રી ખુશ્બુ પી.વીસાણી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ.

કેસ મોરબીના મહે. ત્રીજા એડી. જયુડી. મેજી. ફ. ક. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ આરોપી કોર્ટમાં હાજર રહેલ . બાદમાં આ કેસની ઈન્સાફી કાર્યવાહી શરુ થયેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દવારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી શ્રેય પ્રવીણભાઈ કાલાવાડીયાઓને ૨ વર્ષ ની સજા અને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.૪,૫૦,૦૦૦/- ની ડબલ રકમ રૂા.૯,૦૦,૦૦૦/- નો દંડ ફરમાવવામાં આવેલ છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ (નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીની યુવા એડવોકેટ શ્રી ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતા