મોરબીનું ગૌરવ:યશ મોરડિયા ચાર્ટડ એકાઉન્ટની એક્ઝામમાં પ્રથમ પ્રયત્ને પાસ

મોરબીના માળિયા તાલુકાના છેવાડાના ગામ નવાગામના રહીશ યશ મોરડીયા કે જે ખેડૂત પુત્ર છે,એમના પિતા મોરડીયા વિનોદભાઈ શીવાભાઈ એક ખેડૂત છે, એમનો દિકરો યશ અભ્યાસમાં ખુબજ તેજસ્વી અને હોંશિયાર છે, સી.એ.માટે લેવાયેલ તમામ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી તાજેતરમાં લેવાયેલ ચાર્ટડ એકાઉન્ટન્ટની એકઝામ પણ પ્રથમ પ્રયત્ને સારામાં સારા માર્ક મેળવી સી.એ.ની પદવી પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિથી મોરડીયા પરિવાર અને મોરબીનું ગૌરવ વધારવા બદલ એમના સગા,વ્હાલા,સ્નેહીજનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ અપાઈ રહી છે.


Leave a Comment