લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા મોરબી ની અલગ અલગ સરકારી સ્કૂલો મા બાળકો ને સ્કૂલબેગ વિતરણ નો પ્રોજેક્ટ યોજાયો

મોરબી ની સૌથી મોટી NGO લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા તા. 12-09-26 શનિવાર ના દિવસે મોરબી જીલ્લા ની પાંચ અલગ અલગ સરકારી સ્કૂલ કે જ્યાં સાવ શ્રમીકો ના બાળકો જે ને ખાસ જરૂર હોય તેવા બાળકો ને તેમના જન્મદિવસ ના દિવસે છેલ્લા ત્રણ વર્ષ થી અલગ અલગ ગિફ્ટ જેમકે લંચબોક્સ, પાણી ની બોટલ તેવી સરસ ગિફ્ટ અપાતી પણ આ વર્ષે પણ ક્લબ મેમ્બર્સ લા. દિનેશભાઇ વિડજા અને લા. કીર્તિભાઇ રવાણી એ ક્લબ ને ડોનેશન ની તૈયારી દર્શાવતા તેમના બન્ને તરફથી સરસ સ્કૂલ બેગ આપવાનું નક્કી કરતા મોરબી ની પાંચ સ્કૂલો ના આચાર્યો ને રૂબરૂ મા 1120 સ્કૂલબેગ સોંપવમાં આવી તે દરેક વિદ્યાર્થી ને તેમના જન્મદિવસ ને દિવસે આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ મા બધા ક્લબ મેમ્બર્સ અને સરકારી સ્કૂલ ના આચાર્ય હાજર રહ્યા.આ કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ચેરમેન લાયન ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ દ્વવારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમ નું સંચાલન સેક્રેટરી લાયન અલ્પેશભાઈ પુજારા એ કર્યું તેમજ બધાનું સ્વાગત પ્રમુખ લાયન સચિન કોટેચા એ કર્યું અને આભારવિધિ ટ્રેઝરર લાયન જશવંતભાઈ મીરાણી એ કરી


Leave a Comment