મોરબી મહાનગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા મેયર ઉત્તમ સુરાણી અને કમિશ્નર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને મળી હતી ખાસ સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ફાયર રેસ્ક્યુ કામગીરીના ચાર્જ તેમજ ઘન કચરા વ્યવસ્થાન અંગેના એજન્ડાઓ પર ચર્ચા કરી નવા ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે
ખાસ સામાન્ય સભામાં ફાયર બ્રિગેડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે નવા દરોને મંજુરી આપવામા આવી છે નવા જાહેર કરેલા દરો મુજબ મહાપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો સિવાયની અન્ય કોમર્શીયલ મિલકતોમાં આગ કે રેસ્ક્યુની ઘટના માટે પ્રથમ ૮ કલાક માટે રૂ ૨૫૦૦ ચાર્જ વસુલવામાં આવશે તેમજ વાહન દીઠ ૧ કિલોમીટરના ૨૫ રૂપિયા અને ૮ કલાક બાદ દર કલાકે રૂ ૨૫૦ ચૂકવવાના રહેશે ઉપરાંત સ્ટાફ ભથ્થું વ્યક્તિ દીઠ કલાકના ૬૦ રૂપિયા લેખે અલગથી ચાર્જ વસુલવામાં આવશે તેમજ મહાપાલિકા હદ વિસ્તાર બહાર પ્રથમ ૮ કલાકના ૫૦૦૦ રૂપિયા અને ખાનગી બંદોબસ્ત માટે ૧૦,૦૦૦ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તેમજ વાહન દીઠ ૧ કિમીના રૂ ૫૦ અને ૮ કલાક બાદ પ્રતિ કલાકના ૫૦૦ વસુલાશે જોકે મહાપાલિકા વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો માટે આગ બુઝાવવા કે રેસ્ક્યુ કામગીરી માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ
શહેરમાં ઘનકચરા વ્યવસ્થાપન માટે ઘરો માટે રૂ ૬૦ અને દુકાનો માટે રૂ ૧૫૦ ચાર્જ : મોરબીમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કચરાના એકત્રીકરણ અને વૈજ્ઞાનિક નિકાલનો ખર્ચ વસુલવા માટે રહેણાંક મકાનો માટે દર મહીને રૂ ૬૦ અને ઝુપડપટ્ટી વિસ્તાર માટે રૂ ૨૦ ચાર્જ વસુલવામાં આવશે દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ માટે પ્રતિ મહીને રૂ ૧૫૦, શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ માટે રૂ ૧૦૦ માસિક ચાર્જ તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે માસિક રૂ ૧૦૦૦ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે






